ઝરમર મેઘ મંડાયા
ઝરમર મેઘ મંડાયા
ચારેકોર આજ ઘટા છવાઈ, ઝરમર મેઘ મંડાયા.
અષાઢી મેઘને હૃદયમાં, રમઝટ રાસ રચાયાં.
આકાશમાં વીજળીના ચમકારા, ઝરમર મેઘ મંડાયા.
વરસે વરસાદ ધરતીએ જાણે ઓઢી લીલી ઓઢણી.
ચારેકોર આજ ઘટા છવાઈ, ઝરમર મેઘ મંડાયા.
સીમ ગામમાં મોરલા ટહુકા કરે, ઢેલડીઓ સાથે.
મંદ મંદ બોલે દેડકા, મિલાવે તાલમાં તાલ એકસાથે,
વીજળી ચમકે આકાશમાં, પતિની યાદમાં પ્રિયતમાં જાગી.
પતિ વસે છે પરદેશ, તેના વિયોગમાં આખી રાત જાગી,
કયારે આવે મારો પ્રિયતમ, તેના મનમાં મિલનની આશ.
ચારેકોર આજ ઘટા છવાઈ, ઝરમર મેઘ મંડાયા,
વરસે છે આજ વરસાદ ધીમી ધારે, સરોવરની પાળે,
અષાઢી મેઘ મન મૂકી વરસી, લાવ્યાં છે નદીઓમાં પૂર,
તાત આજ થઈ રાજી, લીલીછમ થાય આજ વનરાજી,
સતાવે છે પ્રિયતમને આજે, પોતાના પ્રિતમનો વિયોગ
ચારેકોર આજ ઘટા છવાઈ, ઝરમર મેઘ મંડાયા.

