Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Tragedy

4.5  

Rekha Patel

Tragedy

ઝંઝાવાત

ઝંઝાવાત

1 min
349

કેમ રોકું આ તોફાની વાયરાને ?

ભર્યા વાદળોએ આવે આ ઝંઝાવાત કેવો ?

માંડ્યા કદમ મેં મંઝિલને પામવાને,

વીજળીનાં ચમકારમાં જોયો આ ઝંઝાવાત કેવો ?

નથી કાબુમાં મારાં, અહીં પણ કશું,

તોફાની કેડીઓ વિસરાઈ, આ ઝંઝાવાત કેવો ?

અડગ મનમાં નિશ્ચય કરી ઝંખુ તને,

લાગણીઓનાં દરિયામાં, આ કેવો ઝંઝાવાત ?

નથી કોઈ મારી સાથે, ચાલું હું એકલી,

એકલતાનાં રણમાં, આ કેવો ઝંઝાવાત ?

લાચાર છે પામર માનવી આ કુદરત આગળ,

મનનાં વિચારોમાં આવે, આ કેવો ઝંઝાવાત ?

"સખી" નીરખી રહી છે કુદરતની અણમોલ તાકાતને,

કરે સઘળું તહસનહસ અહીં, આ કેવો ઝંઝાવાત ?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy