બાળપણનું ઘર
બાળપણનું ઘર
બાળપણની યાદોથી કેદ છે, આપણું અત્યારનું સ્વાર્થી જીવન,
પાછા ફરીએ એ યાદોમાં ખબર પડે કે; કેવું હતું એ ભોળું બાળપણનું ઘર,
સાથે હસતા, ફરતા, રમતા અને કિકિયારીથી ગુંજતું હતું એ બાળપણનું ઘર,
એક સાથે લાઈનમાં સાથે જમતા એ યાદોથી ભરેલું છે બાળપણનું ઘર,
એવી મીઠી સુવાસ મળતી જાણે બધું સુખ હતું એ બાળપણના ઘરમાં,
આજે સાવ સૂનું લાગે મારા ગામડાની શેરીનું બાળપણનું ઘર.
