Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર "જાની"

Romance Tragedy

4.3  

અજય પરમાર "જાની"

Romance Tragedy

મૌનની ભાષા

મૌનની ભાષા

1 min
236


અલફાજોની વાત જ ક્યાં આવતી જો મૌનની ભાષા તમે સમજી શક્યા હોત !

હોઠો નથી કહી શકતા અમારા કઈ, એ માન્યું અમે, પણ આંખો અમારી શું ઓછું બોલતી હતી ?


એ આંખોમાં લખેલું તમે વાંચી શક્યા હોત !

તમારા દિલથી અમારા દિલ સુધીનો રસ્તો હતો બહું નજીક,

માપવાની જગ્યાએ તમે ચાલી શક્યા હોત !


હવે જ્યારે અંતર વધી ગયું છે ત્યારે કહો છો કે આવવું છે તમારી જોડે,

ત્યારે બે ડગલા ચાલવાની હિંમત કરી શક્યા હોત !


બધાને જ નથી કહેતા અમે કે સમજો અમને

પણ બસ એક તમે સમજી શક્યા હોત !

જો મૌનની ભાષા તમે સમજી શક્યા હોત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance