શિયાળાની રાત
શિયાળાની રાત
દૂર દૂર દેખાતી ટમટમતી લાઈટો,
જાણે આપતી સાથ ચાંદને,
કાળી અંધારી રાત બનતી ભયાવહ,
કૂતરાના કર્કશ અવાજથી,
જીવજંતુઓના તીણા સ્વરથી,
ઠંડીમાં આપતું સંગીતની લહેરખી,
એકલ દોકલ વાહનોના અવાજ,
સંભળાતા છૂટા છવાયા દૂર દૂરથી,
સૂમસામ રસ્તા પણ જાણે,
રાહ જોતા કોઈ પગરવની,
ફૂલો ઠુંઠવાઈને રાહ જોઈ રહ્યા સવારની,
વૃક્ષો તો નીચું નમી નીંદમાં જ સરી ગયા,
માણસો તો રજાઈના સહારે,
માણી રહ્યા ગાઢ નીંદર,
પક્ષીઓ પડ્યા ગુમસુમ માળામાં,
એકલું ઘુવડ નીરખતું બધું,
સૂર્યને પણ થતી આળસ ઊઠવામાં,
એવુ મોહક છે 'શિયાળાનુ યૌવન'.
