STORYMIRROR

Chirag Sharma

Tragedy Inspirational

3  

Chirag Sharma

Tragedy Inspirational

હોળી આવી

હોળી આવી

1 min
542

હોળી આવી હોળી આવી, ધાણી-ચણાને ખજૂર લાવી,

હોળી આવી હોળી આવી, કેસૂડાકેરા સુંદર ફૂલો લાવી,


હોળી આવી હોળી આવી, ફાગણી પૂનમનો મેળો લાવી,

હોળી આવી હોળી આવી, કેવો ઉત્સાહને આનંદ લાવી,


હોળી આવી હોળી આવી, પ્રકૃતિનો નવો અવતાર લાવી,

હોળી આવી હોળી આવી, ખુશીઓનો ખજાનો લાવી,


હોળી આવી હોળી આવી, રંગીન રંગોને પિચકારી લાવી,

હોળી આવી હોળી આવી, બાળકોમાં નવો ઉમંગ લાવી,


હોળી આવી હોળી આવી, ભક્ત પ્રહલાદની યાદ લાવી,

હોળી આવી હોળી આવી, વિદ્યાર્થીઓની પરીક્ષા લાવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy