STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

બની જાવ મારો સહારો

બની જાવ મારો સહારો

1 min
219

નથી મારૂં કોઈ હવે, નથી કોઈ સહારો,

દોડી આવો વાલમ મારી, બની જાવ મારો સહારો,


વરસો વિતાવું છું તમારી, યાદોના સહારે,

મન તડપે છે તમારા, આવવાના અણસારે,


ભ્રમણામાં ન રાખો મુજને, સપનામાં ન સતાવો,

દોડી આવો વાલમ મારી, બની જાવ મારો સહારો,


જ્યારથી ગયા છો મારૂં, જીવન વેરાન બન્યું છે,

જીવનની ખીલેલી વસંત, પાનખર જેવી થઈ છે,


મહેકાવો વસંત મારી, પાનખરને હટાવો, 

દોડી આવો વાલમ મારી, બની જાવ મારો સહારો,


અધૂરું મિલન છોડી, ચાલ્યા ક્યાં ગયા છો ?

જોઉં છું વાટ હર પળ તમારી, શા માટે તરસાવો છો ?


"મુરલી" તમારો પ્રેમ દિવાનો, ન કરો દર્દ દિવાનો,

દોડી આવો વાલમ મારી, બની જાવ મારો સહારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance