અધૂરી
અધૂરી
જાગતા જ જો ના જોઉં તુંજ મુખ,
તારા વિના મારી દરેક સવાર અધૂરી,
ઢળતી સંધ્યાનો તુજ આહલાદક સાથ,
તારા વિના મારી દરેક સાંજ અધૂરી,
દરેક ક્ષણે મળે તુંજ પ્રેમભરી ભીનાશ,
તારા વિના મારી દરેક રાત અધૂરી,
ભૂલાઈ જાય દુનિયા જ તુજ સંગાથે,
તારા વિના મારી દરેક પળ અધૂરી,
દુઃખ દર્દ વિહરાય તુજ સથવારે,
તારા વિના મારી દરેક ખુશી અધૂરી,
ડગલે પગલે મળ્યો તુજ આધાર,
તારા વિના મારી દરેક સફળતા અધૂરી,
અપૂર્ણ છું જો તું ના હોય સંગ,
તારા વિના તો મારી જિંદગી અધૂરી,
કલમ રોકાતી નથી તુજ સાનિધ્યમાં,
તારા વિના મારી દરેક કવિતા અધૂરી.

