એ દેખાય છે
એ દેખાય છે
આવતા નથી સામે કદી-
એ દૂરથી જ ડોકાય છે,
નજર પડે જો એના પર,
તો થોડાં એ શરમાય છે,
વાતો થાય આંખોથી ને;
શબ્દો ઉરમાં પડઘાય છે,
કદી તો મળીશું એ આશમાં-
રોજ સ્વપ્નોમાં મળાય છે,
અસર કંઈક એવી પ્રેમની કે-
સઘળે બસ એ જ દેખાય છે.

