મને ગમે છે
મને ગમે છે
મને તો તારા પ્રેમ બંધનની જેલ ગમે છે,
બસ આ નજરોથી થતો આપણો ખેલ ગમે છે,
મને ક્યાં જરૂર છે ગાડી, બંગલા, મહેલની,
બસ હૈયામાં ચણેલો આપણો પ્રેમનો મહેલ ગમે છે,
ઘણા બાગ બગીચા મે જોયા, ફૂલો જોયા,
પણ મને તો તારી આ અદ્ભૂત લાગણીની વેલ ગમે છે,
શોખ છે લોકોને દેશ વિદેશ ઘુમવાનો,
પણ મને તો પ્રેમથી છલોછલ તારા દિલની સહેલ ગમે છે,
મોહ નથી મને કોઈ ભૌતિક સંપત્તિનો,
બસ મને તો હૈયે તારા પ્રેમની રેલમછેલ ગમે છે.

