ઝખમોની યાદી
ઝખમોની યાદી

1 min

169
જૂની યાદોને મેં આજ તાજી કરી
ઘરમાં રહીને મેં થોડી ભાજી કરી,
દિલમાં મેં કોઈની નવી વાડી કરી
જૂના ઝખમોની થોડીક યાદી કરી
સમી સાંજે તેને મને, ઘડી વાત કરી
ને મેં ઉજગરામાં આખી રાત કરી
કહી દઉં કે તું, હવે યાદજ નથી રહી
પણ,આંખોએ ફરી દર્દોની પાળ કરી
હસુ કે હસાવું કંઈજ ના ખબર પડી
છેવટે 'આંસુ'ની આખી મેં ધાર કરી.