STORYMIRROR

purvi patel pk

Drama

4  

purvi patel pk

Drama

જીવન પતંગ

જીવન પતંગ

1 min
390

લાખો મળશે, તમ જીવનની ફીરકી પકડનાર,

હુકુમરાન એવા, પૃષ્ઠભાગે દોરી સંચાર કરનાર,

પણ, લાગણીના તાણાવાણાની ગુંચ ઉકેલનાર કેટલાં ?


લાખો મળશે, તમ જીવનને હવામાં ઊડાવનાર,

તાળી મિત્રો, સ્વાર્થ સાધવા, જી હજૂરી કરનાર,

પણ, સંકટ સમયે સાથે ઉભા રહેનાર કેટલાં ?


લાખો મળશે, હવાના રૂખ સાથે પતંગ બની ઊડનાર,

નકલી મુખવટો, અંધારી રાતમાં, સાથ છોડી દેનાર,

પણ, તે સમયે, દોરી સમ સાથ નિભાવનાર કેટલાં ?


લાખો મળશે, પેચ લડાવી, પાનો ચડાવનાર,

મૂંઝવણોની આપાધાપીમાં, ફરાર થઈ જનાર,

પણ, તે સમયે, યોગ્ય દિશા તરફ વાળનારા કેટલાં ?


સંબંધોની કાપાકાપીમાં, પીઠે ખંજર હુલાવનાર,

બગભગતો, વાદળોની લૂકા-છુપીમાં છુપાય જનાર,

પણ, તે સમયે ભરોસાની દોરીએ બાંધનાર કેટલાં ?


લાખો મળશે, કનકવાને વાંકી કિન્ના બાંધી આપનાર,

તમાશબીન, જીવન પતંગને, ગોથા ખવડાવનાર,

પણ, દોસ્તીનો માંજો ચડાવી, જીત અપાવનારા કેટલાં ?


શીખવે ફીરકી ને પતંગ, એક જ વાત, વારંવાર,

સાથ એવો શોધીએ, બની રહે સાચો સાથીદાર,

બસ, જીવન પતંગને ઊંચા આસમાને પહોંચાડનાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama