STORYMIRROR

purvi patel pk

Drama Tragedy

4  

purvi patel pk

Drama Tragedy

વિજ્ઞાન

વિજ્ઞાન

1 min
387

કોઈના કાગળ-પત્રની રાહ કેમ જોવી, 

ઈમેલ સુધી તો તું પહોંચી જ ગયો, 


દેશદેશાવર દૂર કેમ લાગે હવે તને,

વિડિયો કોલથી વાત કરતો થઈ ગયો, 


ચાંદ પર પહોંચ્યો, મંગળને માપ્યો,

તે માઈલોનું અંતર પળભરમાં કાપ્યું,


દરેક ઘરમાં ઘર કરી ગયું છે વિજ્ઞાન,

લાગણીઓમાં ના કામ આવે આ જ્ઞાન,


બધી જગ્યાએ ઘડીકમાં પહોચી જતો, 

રે ! માનવ તું કોઈના દિલમાં ન પહોંચ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama