STORYMIRROR

Geeta Thakkar

Drama Inspirational

4  

Geeta Thakkar

Drama Inspirational

મનપંખી

મનપંખી

1 min
293

ઈચ્છાનું આકાશ અનંતા,

માનવનો આયાસ અનંતા,


મનપંખી તરફડતું કાયમ,

પાંખ વિના ઉલ્લાસ અનંતા,


મનપાંચમ કેરા મેળામાં,

આશાઓ રમે રાસ અનંતા,


ભૂલે મારગ પણ ના જાણે,

અંતરમાં અજવાસ અનંતા,


'હું' પણાનો બોજ ઉપાડીને,

બસ ખોટી ડંફાસ અનંતા,


જાણીએ જીવનમર્મ બધા,

થાશે હૈયે હાશ અનંતા,


"ગીત" થા મુક્ત તું બંધનમાંથી,

મોહ તણો છે પાશ અનંતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama