પ્રેમની ગઝલ
પ્રેમની ગઝલ
જ્યારે પ્રેમી દિલ મળે છે ત્યારે,
પ્રેમના તાર ઝંકૃત થઈ જાય છે,
જ્યારે એક બીજાને ભેટે છે ત્યારે,
તેના રોમ રોમ પ્રેમથી લહેરાય છે,
જ્યારે મધુર સ્વરે બોલે છે ત્યારે,
તરાનો ગાયાનો ભાસ થાય છે,
મિલનની પળોને માણે છે ત્યારે,
એક પ્રેમની શાયરી બની જાય છે,
જ્યારે પ્રેમમાં મગ્ન બને છે ત્યારે,
અદ્ભૂત કવિતા બની જાય છે,
જ્યારે પ્રેમથી નૃત્ય કરે છે ત્યારે,
પ્રેમની કવ્વાલી બની જાય છે,
જ્યારે સનમ બેવફા બને છે ત્યારે,
નફરતની આગ લાગી જાય છે,
"મુરલી" દિલ જ્યારે તડપે છે ત્યારે,
પ્રેમની ગઝલ લખાઈ જાય છે,

