સમયની મુસાફરી
સમયની મુસાફરી
સમજો જીવનને વધુ, જીવનને સાર્થક બનાવી દો
સમયને અનુરૂપ બનીને જીવવું, પરિવર્તન કરી દો,
મુસાફરી તો બહુ કરી આપણે આખી જિંદગીમાં
મુસાફરી તો આપણી છે, સમયને માન આપી દો,
સમય તો દિવસ રાત બદલાય છે એ કુદરતનું ચક્ર છે
છતાં પણ કહીએ કે અમારો સમય બદલાવી દો,
સમજો જીવનને વધુ, જાણવા ધીરજ રાખી દો
કરો સકારાત્મક વિચારો એને અમલમાં મૂકી દો,
સમયની મુસાફરી કોણે નથી કરી એ કહી દો
નિરાશ ના થજો મિત્રો, સમય સમય પ્રમાણે જીવી લો.
