ડાયરી
ડાયરી
ડાયરી તું છો મારી સાચી સહેલી,
જાણે છે તું દરેક વાત મારા મનની,
તારા પાસે સચવાયેલ મારા અગણિત રાઝ,
કહેવાય નહિ કોઈને એવા છે એ દરેક રાઝ,
તારા સાથે વાત કરી થાય મનને શાંતિ,
તારી ખાસ રાખવી પડે મારે સાવચેતી,
તારી સાથે વાત કરવામાં ન શોધવા પડે શબ્દો,
તારા સિવાય ક્યાંય ન રૂઝાય હૃદયના ઝખ્મો,
તારા જેટલું ના સાંભળે સમજે મને કોઈ,
તારાથી વધુ નથી મારા હૃદયની નજીક કોઈ,
જીવનના સુખ દુઃખની સાક્ષી માત્ર એક તું,
કોઈ વ્યક્તિથી પણ વધુ વિશેષ માત્ર એક તું.
