STORYMIRROR

kusum kundaria

Drama

4  

kusum kundaria

Drama

લોક સૌ

લોક સૌ

1 min
400

આઝાદ છું એવું કહે છે લોક સૌ 

વાચાળ છું એવું કહે છે લોક સૌ,


મારા વિચારોને રજૂ જો હું કરું,

ચાલાક છું એવું કહે છે લોક સૌ,


થોડી મજા મરજી મુજબ કરવા ચહું,

નાદાન છું એવું કહે છે લોક સૌ,


વિરોધ ખોટી વાતનો કરતી રહી,

ભારાડ છું એવું કહે છે લોક સૌ,


જો મૌન પાળીને રહું છું ચૂપ હું,

નારાજ છું એવું કહે છે લોક સૌ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama