ખબર ન પડી
ખબર ન પડી
જિંદગીની સેજ ઉપર બિછાવ્યા હતા ફૂલડાં,
ખબર ન પડી કોણ આવીને કાંટાઓ વેરી ગયું,
હસતી હતી યાદમાં અમારી આંખો હરદમ,
ખબર ન પડી કોણ આવી રડાવીને ચાલી ગયું,
રમતિયાળ, ભોળું દિલ હતું અમારું સરેખમ,
ખબર ન પડી કોણ આવીને જખ્મો ભરી ગયું,
પ્રેમનું નામ સાંભળી પ્રેમ કરવાનું મન થઈ ગયું,
ખબર ન પડી કોણ આવીને તરસ્યા છોડી ગયું,
પ્રેમની તરસમાં ડૂબેલા નસીબે લીધો એવો વળાંક,
કે અમારા તરસ્યું દિલ હવે ધબકવાનું ચૂકી ગયું.
