STORYMIRROR

Rekha Patel

Drama

4  

Rekha Patel

Drama

ક્ષણ બાકી રહે

ક્ષણ બાકી રહે

1 min
332

ઢોળાતી ચાંદનીમાં પ્રિયા સાથે ક્ષણ બાકી રહે ?

મિલનની રાત આવે ત્યારે ક્ષણ બાકી રહે ?


મઘમઘ થતાં ફૂલોથી ભરેલાં બગીચાઓમાં,

ફૂલોને ચૂંટવાની વાત આવે ત્યારે ક્ષણ બાકી રહે ?


આંબલીએ ઊગેલા મંજરીમાં સંભળાય ટહુકા કોયલનાં,

વારેવારે વાગોળવાની વાત આવે ત્યારે ક્ષણ બાકી રહે ?


મનનાં ગગનમાં, વિચારોનાં વૃંદાવનમાં,

શબ્દોને મૂકવાની વાત આવે ત્યારે ક્ષણ બાકી રહે ?


જિંદગીના સફરમાં, સુખદુઃખનાં સંગાથમાં,

સુખોને વહેંચવાની વાત આવે ત્યારે ક્ષણ બાકી રહે ?


પળે પળે જીવાતી આ જિંદગીની મંઝિલમાં,

અંતિમ પડવાની વાત આવે ત્યારે ક્ષણ બાકી રહે ?


"સખી" સહિયારો સાથે હરતાં ને ફરતાં, મસ્તી કરતાં,

જુદા પડવાની વાત આવે ત્યારે ક્ષણ બાકી રહે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama