જેલેસી એ જલાવ્યું જીવન
જેલેસી એ જલાવ્યું જીવન
જેલેસીએ જલાવ્યું જીવન
બાકી હું પણ માણસ સંત હતો,
દેખાદેખીમાં ખપાવ્યું જીવન
બાકી જરૂરિયાતોમાં હું પણ કમ જ હતો,
પ્રગતિ તારી હું જોઈ ના શક્યો..
એવો તો છતી આંખે હું અંધ હતો,
જેલેસી એ જલાવ્યું જીવન
બાકી હું પણ માણસ સંત હતો,
તે કરેલા સંઘર્ષ, દુઃખ મહેનત
એ સમજવા હું ક્યાં સક્ષમ હતો,
બસ મને તો નડતી હતી ઉન્નતિ તારી
થઈ કેવી રીતે, એ જ વાતનો જાણે રંજ હતો,
જેલેસી એ જલાવ્યું જીવન
બાકી હું પણ માણસ સંત હતો,
આગળ કેમ ગયો તું મારી
બસ આજ વિચારોનો કુસંગ હતો,
ખાલી અમથો હસતો ખુશ થતો
આજ મારો એક દંભ હતો,
જેલેસીએ જલાવ્યું જીવન
બાકી હું પણ માણસ સંત હતો.
