STORYMIRROR

Hardik oza

Others

4  

Hardik oza

Others

હજી કેટલા ઘા??

હજી કેટલા ઘા??

1 min
1



હજી કેટલા ઘા મને આપશો,
ક્યારેક તો તમે પણ થાકશો

ખ્યાલ નથી મને એ આવતો કે,
મારા ઉઝરડાઓના આ ઊંડાણ
તમે કેવી રીતે માપશો

માનતો હતો કે તમે પણ શરીરમાં
હૃદય અને મનમાં માનવતા રાખશો
ભ્રમ હતો મારો કે તમે જ મને
મલમ લગાડશો
પણ હકીકતમાં તમે પણ
મારી ભલાઈ પર દામ લગાડશો

બહુ થયું હવે તો વાત કરો આ થોભવાની
ક્યાં સુધી આમ લોહિયાળ ખેલ ખેલશો
જનાવરો પણ હલબલી ગયા છે અંદરથી
માણસે તો જંગલીપણાની પણ
સીમા છે ઓળંગી
આખરે ક્યાં સુધી તમે
અમારી હરીફાઈ કરશો
હજી કેટલા ઘા મને આપશો,
ક્યારેક તો તમે પણ થાકશો

શ્રી ઑઝા ઉવાચ:
(22/04/202


Rate this content
Log in