STORYMIRROR

Hardik oza

Abstract Tragedy Others

3  

Hardik oza

Abstract Tragedy Others

માણસ હોવાનો વહેમ

માણસ હોવાનો વહેમ

1 min
187

માણસ હોવાનો હું એક વહેમ પાળી રહ્યો છું 

એટલે જ લાગણી કંઈક વધુ જ દેખાડી રહ્યો છું,


શું કરું ફરી નથી શકતો એકવાર આગળ વધ્યા પછી, 

દિલ વધુ ને દિમાગ ઓછું રાખી હું,દિલમાં દર્દ પાળી રહ્યો છું,


ખોટી ચિંતા, દરકાર અને સાચા પ્રેમ ના નામે 

હું ખુદ ને, ખુદ થી દૂર કરી રહ્યો છું,


જાણે, સમય સાથે સ્વભાવ ન બદલી શકવાની હું સજા ભોગવી રહ્યો છું

જાણે, સારા કર્મોની હું સજા મેળવી રહ્યો છું,


આખી દુનિયાનો ટાઈમ હું તારાં માટે જ કાઢી રહ્યો છું,

એટલે જ તો તું બીઝી છે અને હું જાણે નવરો બની રહ્યો છું,


સાંભળ્યું છે કે બહુ નજીક રહેવાથી કિંમત નથી રહેતી,

એટલે જ હવે, બસ થોડો દૂર થઈ રહ્યો છું,


હક કરીને પણ કાઈ ના મળ્યું, ના લાગણી સામે એટલી લાગણી 

બસ બેઠો બેઠો એ જ લાગણીનો હિસાબ હું કરી રહ્યો છું,


માણસ હોવાનો હું એક વહેમ પાળી રહ્યો છું 

એટલે જ લાગણી કંઈક વધુ જ દેખાડી રહ્યો છું,


Rate this content
Log in

Similar gujarati poem from Abstract