જે મેળવવું છે
જે મેળવવું છે
1 min
31
જે મેળવવું છે એની ઝંખના રાખવી સારી,
પણ, જે મળ્યું છે એની કદર કરવી વધુ સારી,
જે નથી એની યાદ આવે એ સારી,
પણ, જે પાસે છે એની પ્રીત વધુ સારી,
જે પ્રેમ કરવા પ્રેરે તે વાર્તાઓ સારી,
પણ, જે પ્રેમ નિભાવતા શીખવે એ દ્રષ્ટાંતો વધારે સારા,
જે પ્રોત્સાહન આપે એ વાણી સારી,
પણ, છે સહાનુભૂતિ દાખવે એ વાણી વધુ સારી,
સફળ થવા માટે પ્રયાસો કરીએ તે સારુ,
પણ, મુક્તિ મેળવવા માટે જો અધ્યાત્મ કરીએ તે વધુ સારું.