જાનેમન
જાનેમન
મોસમ સુહાની આવી, મનમાં ઉમંગ લાવી,
જાનેમન મુજને તારી યાદ આવી,
દિલમાં ધડકન લાવી, મનડાનાં મોર નચાવી,
જાનેમન મુજને તારી યાદ આવી,
સપનામાં આવીને તું, મુજને સતાવે,
રાત દિવસની તુંં, નિંદ્રા ઉડાડે,
ન તડપાવ મારી વ્હાલી, દિલમાં છબી છે તારી,
દિલરૂબા મુજને તારી યાદ આવી,
ન રહે દૂર મુજથી, ગુલાબી મોસમમાં,
મધુર મિલનની, યાદ આવે મનમાં,
મિલનની તરસ મારી, બુઝાવી દે મસ્તાની,
જાનેમન મુજને તારી યાદ આવી,
વરસોથી વાટ તારી, જોઈ રહ્યો છું,
વિરહની અગ્નિમાં, સળગી રહ્યો છું,
કરૂણાં છલકે છે મારી, આંખોમાં અશ્રુ ભારી,
દિલરૂબા મુજને તારી યાદ આવી,
તારા અધરોનું પાન, કરવું છે મારે,
તારા યૌવન રસમાં, ભીંજાવું છે મારે,
વસંત ખિલાવી દે મારી, મહેકાવ સુવાસ તારી,
જાનેમન "મુરલી" તારી યાદ આવી.

