જાગતી રાત
જાગતી રાત
ખબર નઈ આ રાત કેમ આવી વિતાણી,
ઊંઘવું હતું છતાં મારી આંખના મીંચાણી,
યાદ યાદમાં યાદ તારીજ અવાણી,
મારા મનના ઘા ઉપર મલમની જેમ રૂઝાણી,
થયું કેમ આવું એની વજહ ના સમજાણી,
ગુજરી ગઈ રાત જેમ વહે ઝરણાંનું પાણી,
ખોટ હતી તારી હવે મને જતાણી,
વીતેલા દિવસો યાદ કરી આંખો પણ ભીંજાણી,
તારાજ સપનામાં રાત આખી વિતાણી,
થઈ ગઈ સવાર અને મને ખબર પણ ન જણાણી,

