ઈશ્વરનું અનન્ય સર્જન છું
ઈશ્વરનું અનન્ય સર્જન છું
તારા અનન્ય પ્રેમની બની હું તો દીવાની,
તારી મારી લૈલા મજનુ જેવી કહાની.
સાથ તારો આ ધરાને પણ જન્નત બનાવે,
મારા રોમે રોમમાં નીત નવો ઉમંગ લાવે.
તારું મુખડું જાણે કોઈ ચાંદનો ટુકડો!
બસ એજ તારા રૂહથી લાવે મને ઢૂંકડો.
તારી આંખો જોને જાણે તીર તલવાર !
જોને કરે ઘાયલ હૈયું, કરી મારા પર વાર.
તારા રતુમડા ગાલ જોઈ ગુલાબ શરમાઈ!
તું બોલે તો લાગે જાણે વાગે શહેનાઇ !
તારી બોલી જાણે વરસાદી બુંદોની સરગમ !
સાંભળી બોલી તારી દૂર ભાગે ઉદાસીને ગમ.
તું તો જાણે છે ઈશ્વરનું અનન્ય સર્જન!
તારા પર ન્યોછાવર કર્યું મે મારું તન મન.