ઈશ્વર તો હાજરાહજૂર હોય છે
ઈશ્વર તો હાજરાહજૂર હોય છે
એ જ થાય છે જે ઈશ્વરને મંજૂર હોય છે,
શું સારું કે શું ખરાબ એને બધી ખબર હોય છે,
એ તો હજાર હાથવાળો છે, એના માટે ક્યાં કશું અશક્ય છે !
આપણો જ વિશ્વાસ કમજોર હોય છે,
દરિયો માંગીને આપણે ચમચી ધરીને બેઠા છીએ !
દેનાર ક્યાં દુબળો છે ! આપણો જ કસુર હોય છે !
માગીએ ફૂલ ને એ આખો ચમન આપે છે,
એની રહેમત તો અપાર હોય છે !
ફૂલમાં જેમ ખુશ્બુ એમ માનવીમાં ઈશ્વર હોય છે,
બસ એકવાર અહેસાસ કરી જુઓ, ઈશ્વર તો હાજરાહજૂર હોય છે,
કદી દુઃખનો અહેસાસ પણ નથી થતો એને,
જેને કુદરતમાં આસ્થા ભરપૂર હોય છે,
ઈશ્વર સાથેનું માનવીનું બંધન મજબૂત હોય તો,
એને પછી ક્યાં કોઈ દુઃખોનો ડર હોય છે !
