ઈશારો
ઈશારો


એકધારી જિંદગીમાં, ક્યારેક તો ચમકારો દે,
ગમે છે જે મને એવા તોફાનોનો, થોડો તો અણસારો દે,
યાદ કરીને ભૂતકાળને, ક્યારેક તો રંગીન ધબકારો દે,
તને ગમે કે ન ગમે, તું જેને ગમે છે એને,
ક્યારેક તો સમયનો સથવારો દે...
ભૂગર્ભમાં વહેતા તારા ઝરણાંને,ક્યારેક તો સપાટીનો કિનારો દે,
બીજું તો કંઈ નહીં, નિપુર્ણના હોવાનો કોઈક તો ઈશારો દે...