ઈચ્છાસીડી
ઈચ્છાસીડી
એક દિ' એવી થઈ ઈચ્છા લાવને,
સીડી મૂકું ને આંબી જાઉં આભને !
દઈ દઉં સૂરજને એક હાથતાળી,
આપી દઉં ચાંદાને એક ઝપ્પી !
મારી લઉં વાદળને એક ટપલી !
જેમજેમ ઉપર ચઢું સીડી પડે ટૂંકી !
બે પગથિયા ચઢું, સીડી પડે નાની !
જીંદગીમાં પણ સીડી એવી મળી !
મને થયું હું બની જાઉં કરોડપતિ,
થયું કે લાવું રમત-ગમતનાં મેડલ,
બની જાઉં કોઈ નેતા અભિનેતા !
પણ મહેનતની સીડી પડે નાની !
આખરે સમજાયું બધું જ ઈચ્છવાથી,
બધું જ તો ન મળે પણ રાખું એક જ,
ધ્યેય, એક જ ઈચ્છા ,અને વિશ્વાસ,
શ્રમની સીડી જરુર પહોંચાડશે ઉપર,
આંબી જઈશ આભને દઈ એક તાળી !
