હવે!
હવે!
છોડ તારી પ્રેમની માયા હવે
વચન પેલા ના ભૂલો પ્રિયે હવે
જીવતા તારી જ સંગે જીવવું
બસ તું મારી કામના છેલ્લી હવે
પૂછ મારી રાતને કે કેમ છો?
ઠીક છે બસ જ્યાં સુધી તું છે હવે
વાત મારી પ્રેમથી સાંભળ આજે
રાહ જોવાતી નથી બોલું હવે?
બોલ મારા પ્રિયતમ શું બોલવું?
વાત તારી સાંભળું રોજે હવે
મૌનથી તારાં શબ્દો બોલી ગયાં
પ્રેમ તારો કબૂલ છે સાંભળ હવે.

