STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

હવા - હઝલ

હવા - હઝલ

1 min
484

મનુને આંખો મારવાની મોટી લાગી હવા,

ત્યાં તો આંખોમાં ભરી કચરો, તે ભાગી હવા !


ફક્કડગિરધારી બનીને ભાટકયો ભૂપતો,

બૂઢો થ્યો, પત્ની મળી, ત્યાં થૈ વૈરાગી હવા,


લેંઘો-ઝભ્ભો અન્યના, પ્હેરી ચાલ્યો ચંદિયો,

ચોરેચૌટે ખૂબ ફૂલ્યો, લૈને માંગી હવા,


બોઘો થૈને ભાટકે ગુંડા ભેગો ગાંગજી,

ઊંધા માથે જેલમાં ડંડાની વાગી હવા,


'સાગર' કરતો ભાન ભૂલી કરતૂતો કાનિયો,

થ્યું ભાન ત્યાં ભાગવાની મોડી જાગી હવા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy