હૂ..તુ .....તુ
હૂ..તુ .....તુ
તારું હૂ..તુ તુ...
મારે હૈયે,
મારું હુ..તૂ તૂ..
તારાં હૈયે,
એક બીજાનાં
હૈયે લીલી કૂંપળ ફૂટી,
આઠે પ્રહર તને યાદ કરું છું..
એકાદ ઘડી તું પણ મને યાદ કરે તો?
અનિલ બનીને પહોંચી જાવું છું તારે હૈયે,
તારા દિલની રાણી હું,
દાગ વિનાનો આયનો તું..
એમાં જોવાનો અધિકાર મારો,
તારાં સ્મિતે હરખાતી હું,
અધૂરાં આયખે ભરમાતી હું.

