હું યાદ આવીશ
હું યાદ આવીશ
અત્તરની શીશી વગર મહેકાયો, તો હું યાદ આવીશ,
મદિરાનાં જામ વગર બહેકાયો, તો હું યાદ આવીશ,
સાથે ચાલનાર સૌ મળશે, પરંતુ સાથ કોઈ નહીં આપે,
સંબંધોની આંટીઘૂંટીમાં અટવાયો, તો હું યાદ આવીશ,
મદિરાનાં જામ વગર બહેકાયો, તો હું યાદ આવીશ,
ભલે હોય લાખો ચાહકો, ને હોય રૂપરૂપનો અંબાર તું,
ડરાવશે તને જો તારો જ પડછાયો, તો હું યાદ આવીશ,
હતો જે પ્રેમ આપણી વચ્ચે, અકબંધ રહેશે તે સદા,
ભર્યા વસંતમાં પણ જો કરમાયો, તો હું યાદ આવીશ,
મદિરાનાં જામ વગર બહેકાયો, તો હું યાદ આવીશ,
છબી તારી સુધારવા કાજ, કેટકેટલાં વેશ ભજવ્યા,
તેમ છતાં પણ જો તું ખરડાયો, તો હું યાદ આવીશ,
શીદને ફરે છે અહીં ગુમાનમાં, ઓ માનવી તું મૂઢ બનીને,
તારા અંગતના હાથે જ છેતરાયો, તો હું યાદ આવીશ,
મદિરાનાં જામ વગર બહેકાયો, તો હું યાદ આવીશ.

