હું થઈ જાઉં છું
હું થઈ જાઉં છું
વિષ ધરી દે તું હમણાં
ને હું શંકર થઈ જાઉં…
પુષ્પ ધરી દે બે સાથે
ને હું અત્તર થઈ જાઉં…
તારે માટે જીવનનો
આધાર ટેકવી છો ઊભો,
તું જો માંગે જીવન મારું
હું પયગંબર થઈ જાઉં…
એમ તો તારી પાસ હોવાની
આદત મુજને છે ન્યારી,
તું જો આંખે ધાર કરે તો
હું પણ દુષ્કર થઈ જાઉં...
ઈચ્છાઓના સાગરમાં
બસ એક જ ઈચ્છા લઈ બેઠો,
આ રોજ ધસાતા જીવનમાં
હું પણ પથ્થર થઈ જાઉં…