હું શોધું
હું શોધું


હદયના સંવાદનું કારણ શું શોધું !
તારા સ્મિતમાં એનું તારણ હું શોધું.
ના થઈ કોઈ ચર્ચા ના કોઈ ચોખવટ,
મૌનની તારા સત્ય હકીકત હું શોધું.
દિવસ પણ વીત્યો ને સાંજ પણ ઢળી,
ઢળેલી આંખોમાં લાગણીઓ હું શોધું.
ના થયો વરસાદ ને ના કોઈ અણસાર,
છતાં આવી વિહ્વળતા !કારણ હું શોધું.
શબ્દો પણ અધૂરા ને થયા છંદો પણ પૂરા,
મારા જીવનની પૂર્ણતા તારામાં હું શોધું.
હવે તો જરા સ્મિત કરી લે, ભલે અકારણ,
તો એમાજ મારા જીવવાનું કારણ હું શોધું.