હું ને મારી કાલ્પનિક સફર
હું ને મારી કાલ્પનિક સફર
આમ તો પૃથ્વી ગ્રહ વસવાટ માટે છે યોગ્ય;
પરંતુ મારો કાલ્પનિક ગ્રહ છે તેનાથી પણ સુયોગ્ય.
મંગળ, ગુરુ, શુક્ર, શનિ બધા જ ગ્રહો છે નિશ્ચિત;
પરંતુ મારો કાલ્પનિક ગ્રહ છે તેનાથી પણ સુનિશ્ચિત.
મારા ગ્રહમાં હું રહું પરીની જેમ;
ઊડતી રહું ભૂરા ગગનમાં પંખીની જેમ.
ના કોઈની સાથે નફરત, રાગ-દ્વેષ ;
ના કોઈની સાથે મનદુઃખ, લડાઈ, કલેશ.
શાંતિ, અમન, પ્રેમની આ સુંદર સફર;
હું ને મારી આ કાલ્પનિક સુંદર સફર.
રામરાજ્ય, દૂધની નદીઓ, ઊંચા ઊંચા પહાડ, ને હર્યાભર્યા વૃક્ષો;
પર્યાવરણની સુરક્ષા, પ્રકૃતિની રક્ષા ને માનવ હિતના રક્ષકો.
ના પ્રદૂષણનું દુષણ, ના ભ્રષ્ટાચારનો ભરડો;
ના ઊંચનીચના ભેદભાવ, ના જાતિભેદના સંઘર્ષો.
હું મોટો તું નાનો એવી સમજથી પર
સૌનો સાથ સૌનો વિકાસ એ સમજથી તર.
ચાલો નવા ગ્રહની સફરે જઈએ;
જ્યાં જીવન છે સુંદર સૌમ્ય અનુશાસિત.
શાંતિ, અમન, પ્રેમની આ સુંદર સફર,
હું ને મારી આ કાલ્પનિક સુંદર સફર.
