STORYMIRROR

MITA PATHAK

Fantasy

4  

MITA PATHAK

Fantasy

હું લાગણી

હું લાગણી

1 min
382

અંતર નગરમાં પ્રેમથી, હીંચકે બેસાડી મને,

પાછળથી ધક્કો લગાવી આગળ કરે.


રમત રમે માનવ મતિ, રુદન કરું હું,

ના સમજ મન, શું મહેસુસ કરે મને.


ડગલે ને પગલે લાગણી હણાઈ વિચાર કરે,

વહી જાઉં તણાઈ, પાછી કિનારે મળું કેમ ?


બાંધી વચન બંધનમાં ઉર્મિઓ દુભાય,

ક્યાંક તો અહેસાસ, મારો આછો પડે.


સારી ને માઠી અસરથી ભટક્યા કરું,

હું લાગણી પહેલા હસું ને પછી રડ્યા કરું. 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy