હું કોણ છું
હું કોણ છું
1 min
464
જુઓ તો હું એક સામાન્ય માણસ છું,
જરા સમજો મને તો હું એક વિચાર છું,
એકાંતમાં જાણે તો ઉજજડ ઉપવન છું,
મળો મને તો હું એક મનગમતો શૃંગાર છું,
અનુભવોથી ઘડાયેલ એક શીતળ છાયા છું,
છંછેડો મને તો હું એક ધગધગતો અંગાર છું,
ઊડું તો હું એક ઉડાનનું ખુલ્લું આકાશ છું,
ને જો ઊભો હોઉં તો હું એક દીવાલ છું,
કામ પડે બીજાને તો તમેને હું કામનો છું,
ને જો કોઈને ના પાડું તો હું નકામો છું,
જીવનનાં દરેક પડાવ માટે તત્પર છું,
ભલેને 'નાના'ને કહે માનસિક બીમાર છું.