હું કેવી લાગુ બોલી : કવિતા
હું કેવી લાગુ બોલી : કવિતા
કવિતા બોલી હું કેવી લાગુ
આપો તો ઉત્તર માંગુ,
લખુ સવાર ને રાત જોઈ ભંગુ
તૃષા છે મને, કહો તો ઝાકળ કાપું
પુષ્પમાં સુગંધ ના હોય,
કહો તો ઉછીની આપું,
ગગન ધરાને તારા બધા અંતર માપું
કવિતા બોલી હું કેવી લાગુ,
સમાચાર ઘણા વાંચ્યા
હવે ખુદને હૃદયમાં છાપુ,
બધા પોતાના સ્થાને ગોઠવાઈ ગયા
હવે હું ખુદને અંદરથી સ્થાપુ,
સાંભળ "સરસ"
કવિતા બોલી હું કેવી લાગે.
