પરીઓના દેશમાં
પરીઓના દેશમાં
પરીઓના દેશમાં હો......
ઊંચેરા આભલા રે લોલ,
પરીઓના દેશમાં હો......
ઊંચેરા આભલા રે લોલ,
વાદળો ને સાથમાં રે,
રમતાં પારેવડાં હો,
ઊડતાને નાચતાં,
પરીઓને સંગાથમાં,
પરીઓના દેશમાં હો.....
ઊંચેરા આભલા રે લોલ.....
સૂરજદાદાની સાથે રે રમતાં,
ચાંદાની ચાંદનીમાં તે તો રે ભમતાં,
હસતાં - હસાવતાં હો,
પેલા ટમ ટમતા તારલિયા,
પરીઓના દેશમાં હો,
ઊંચેરા આભલા રે લોલ,
રૂપાળી પરીયો,મતવાલી પરીઓ,
વાયરાને વાતો રે કરતી,
કાળા વાદળોમાં સંતાકૂકડી રમતી,
સૌને હસાવતી રે લોલ,
પરીઓના દેશમાં હો,
ઊંચેરા આભલા રે લોલ,
પરીઓના દેશમાં હો,
ઊંચેરા આભલા રે લોલ.
