STORYMIRROR

Bhakti Khatri

Drama Inspirational

3  

Bhakti Khatri

Drama Inspirational

તારી સાથે

તારી સાથે

1 min
169

અગ્નિની સાક્ષીએ તને પરમેશ્વરનું સ્થાન આપ્યું છે,

જીવન મારું તારા સાથમાં રંગીન બને એવું સ્વપ્ન સજાવ્યું છે,


અગ્નિની સાક્ષીએ હંમેશ માટે તારો હાથ પકડ્યો છે,

જીવન મારું તારી સાથે જ વીતે એવું પ્રણ લીધું છે,


અગ્નિની સાક્ષીએ મુસીબતનો પહેલા હું સામનો કરું એવું કહ્યું છે,

દરેક પરિસ્થિતિમાં આપણો સાથ ન છૂટે એવો મનોમન નિશ્ચય કર્યો છે,


અગ્નિની સાક્ષીએ તારા પરિવારને મારો પરિવાર માનવાનો છે,

જીવન મારું નવા પરિવારની સેવામાં વીતે એવું પ્રણ લીધું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama