કેમ કરી હું તો જાવું
કેમ કરી હું તો જાવું
સાહેલડી રે ....
સાહેલડી રે, કેમ કરી હું તો જાવું,
પાણીડાં ભરવાને રે સાહેલડી,
કૂવે ભરવાને રે સાહેલડી,
કૂવા ઘણા છે દૂર રે સાહેલડી,
વચમાં છે વન કેરી વનરાઈઓ,
મને જતાં લાગે બીકો રે સાહેલડી,
કેમ કરી જાવું હું તો,
પાણીડાં ભરવાને સાહેલડી રે
કૂવે ભરવાને રે સાહેલડી
હંગાત આવો રે સાહેલડી,
આવી ના જાય મારા વાલીડા રે,
મને રે લાગે શરમ રે સાહેલડી,
કેમ કરી જાવું હું તો ,
પાણીડાં ભરવાને સાહેલડી,
કૂવે ભરવાને રે સાહેલડી,
બોલે છે કોયલડી ને ઢેલડી રે સાહેલડી,
નાચે છે મન કેરા મોરલા રે,
આવશે મારા વાલમ જોને રે સાહેલડી,
કેમ કરવા જાવું હું તો,
પાણીડાં ભરવાને સાહેલડી,
કૂવે ભરવાને સાહેલડી રે,
કૂવા તો ઊંડા ને દૂર રે સાહેલડી,
રાસો ખેંચી ખેંચી પાણીડાં ભરું રે,
ત્યાં પરણ્યાંજી આવી જાય તો રે સાહેલડી,
કેમ રે જાવું હું તો,
પાણીડાં ભરવાને સાહેલડી,
કૂવે ભરવાને સાહેલડી રે.
