જવાબદારી
જવાબદારી
જવાબદારીનો બોજો ઉપાડી ચાલતો રહ્યો,
ફરજ સમજી દરેક કામ નિષ્ઠાથી કરતો રહ્યો,
અવગણના થતી રહી ફરજ બજાવતો રહ્યો,
ના સમજો કે અટવાયો,
ફરજ નિભાવતો રહ્યો,
ગેરહાજરી મારી ખટકે તો સમજ બોજ ના રહ્યો,
માટીનો માણસ "રાહી" નવો આરંભ કરતો રહ્યો.

