માફ કરશું તમને રે
માફ કરશું તમને રે
કહેતા કહી ગયા અમે,
રહેતાં દિલમાં તમે અમારા વાલમ,
કર્યા છે પ્રેમ અમે તમને રે,
કેમ રે ભૂલાવીએ તનમનીયાને,
કહેલા કહેણ જો વારો પાછા,
અમારા રે આજ દલડાં દુભાના રે, વાલમ,
માફ કરશું તમને રે અમે,
કેમરે રે'શું અમે વાલમ વિના રે,
રિસાણા અમે તો તમારાથી રે,
રાહ જોતાં મનામણાં તમારાં વાલમ રે,
માનશું અમે, માફ કરીને તમને,
ધડકન બની ધડકશું દલડામાં રે,
દિવસની વાતો તમારી રે,
રાતનાં શમણાં સજાવે અમારા વાલમ રે,
હવે ના બોલતાં તમારી વા'લીને,
માફ કરશે "રાજ" તમને રે,
ભર રે ઉનાળે મને,
તન મન ભીંજવતાં મારા વાલમ રે,
શિયાળે ઝાકળ બની,
લીલુડાં તણખલાં પર પમરાટ કરતાં રે.
