ભાષા ગુજરાતની
ભાષા ગુજરાતની
ભમવું છે મારે ભમવું છે,
ભાષામાં મારે ભમવું છે,
અમે રે ગુજરાતી, ગુજરાતના રે,
બાર ગાઉએ બોલી બદલાય અમારી,
ગુજરાતી ને ગુજરાતણ અમને રે કહેતા,
લાજ ને લજ્જા અમારું ઘરેણું રે,
જલેબી- ફાફડા અમારા વખણાય,
ઇડરના તો રમકડાં વખણાય રે,
સ ને હ અમે બોલનારા રે,
આમ બોલીઓ અમારી રે,
મા ના સ્વર તણાં અમે રે શીખ્યા,
માતૃભાષા એટલે રે કહેવાની,
ભમવું છે મારે ભમવું છે,
ભાષામાં મારે ભમવું છે.
