ઉડાન ભરતા પંખી
ઉડાન ભરતા પંખી
પંખી ચાહે કોઈ પણ હોય
સાથે હિંમત અને વિશ્વાસ હોય,
નાની નાની પાંખો આવે
હવામાં ફેલાવતી હોય,
ઊંચે ગગનમાં જોઈને
દોડાદોડી કરતું હોય,
ધીરે ધીરે પાંખોને ફેલાવીને
ગગનમાં ઉડાન ભરતું હોય,
ઊડતાં પંખીને જોઈને
મનમાં એવું થતું હોય,
સ્વયં નિર્ભર બનતા પંખી
શીખવાનું એમાંથી પણ હોય,
ના હિંમત હારવી
ના કદી ધૈર્ય ખોવું,
સાચું ડગલું માંડવા માટે
સડસડાટ આગળ વધવાનું હોય,
ઓ...નીલ ગગનના પંખેરું
તને જોતાં જ શીખવાનું હોય,
પંખીનો માળો આપણે
આપણે જ સાચવવાનો હોય.