STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

માતૃભાષા ગૌરવ

માતૃભાષા ગૌરવ

1 min
451

મોર્નિંગ થાય ને ગુડ મોર્નિંગ કહે

મોર્નિંગમાં જ કહે એક કપ ટી દે,


બ્રેડ બટર ટોસ્ટ ખાતા ખાતા

મોબાઈલ પર ઈંગ્લીશ સોંગ જુએ, 


ભૂલી ગયા આપણે કહેવાનું

સવાર થાય તો જય શ્રી કૃષ્ણ કહેવાનું,


વંદન નમસ્કાર ભૂલવાનું ને

થેંક્યૂ... સોરી..સોરી... એમ બોલવાનું,


કડકડાટ ઈંગ્લીશ બોલે

વટથી કોલર ઊંચા કરે,


ગુજરાતી તરફ કેમ અણગમો એટલો !

કહે કે છટ.. આ દેશી ચરખો !


ભીડ પડે, આપત્તિ આવે 

ત્યારે બોલ એના ગુજરાતી આવે 

ઓ માડી રે દુઃખી થયો,


આખરે પોતાનું જાણીને

ગુજરાતીમાં વાતો કરે,


હું ગુજરાતી, ગુજરાતી ગૌરવ

ગુજરાતી ભાષાનું ગૌરવ મને,


કેમ છો ? કહીને હાલ પૂછે

શેકહેન્ડ નહીં પણ નમસ્કાર કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama