ખુલી રાખજે તું બારી
ખુલી રાખજે તું બારી
ખુલી રાખજે તું બારી તારી,
આવશે હમણાં મારી ઘડી,
ઊભી જો જે તું બારીમાંથી,
નીકળશે મારી અંતિમ વિધિ,
જો જે તું જોઈને રડતી નહીં,
હશે તો દર્દથી ભરેલી ચારપાઈ,
લઈને જતાં હતાં મને ત્યારે,
હું રડ્યો, તને યાદ કરીને,
હતું મને એમ કે તું ક્યાં હશે,
કદાચ બારી તારી બંધ હશે તો ?
રડતી આંખોના આંસુ મારા,
મરતા મને મારી જાય છે વા'લી,
લઈને જાય મને પણ તું રડતી ના,
જો રડાઈ જાય તો બંધ કરજે બારી,
પડશે ખબર તો જશે આબરૂ તારી
જાણશે કહાની બધા આજ મારી,
પહોંચું હું ત્યારે નિકળજે તું બારી,
જજે કૂવે, નાહી લેજે તું મારું.
