પ્રિયતમાની યાદ
પ્રિયતમાની યાદ
અંધકારની ચાદરને હું ઓઢી રહ્યો છું,
જીવનની ઘટનાઓ નિહાળી રહ્યો છું,
કરુણા ભરેલી આ મારી હાલતમાંથી,
બહાર આવવા પ્રયત્ન હું કરી રહ્યો છું.
ભૂતકાળમાં નજર હું નાખી રહ્યો છું,
મધુર ક્ષણોનું મનોમંથન કરી રહ્યો છું,
જીવનભર સાથ આપ્યો હતો જેણે,
તે પ્રિયતમા સદા હું ગુમાવી ચૂક્યો છું.
નયનોમાંથી અશ્રુ હું વહાવી રહ્યો છું,
વિરહભરી યાતનાને ભોગવી રહ્યો છું,
ક્યારે મિલન થાશે ફરી જીવનમાં મારા,
તે પ્રિયતમાની વાટ હું જોઈ રહ્યો છું.
એકલતાનું જીવન હું વીતાવી રહ્યો છું,
તેના નિ:સ્વાર્થ પ્રેમને યાદ કરી રહ્યો છું,
સાદ કરૂં છું મારી પ્રિયતમાને "મુરલી",
તેના પ્રેમ માટે હર પળ તડપી રહ્યો છું.
